આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. ભારે જહેમત બાદ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ-હાવડા દુરંતો એક્સપ્રેસ સાથે અકસ્માત થયો હતો. ચિત્તૂર જિલ્લા (બેંગલુરુ ડિવિઝન/SWR)ના કુપ્પમ સ્ટેશન નજીક હતી ત્યારે ટ્રેનના એક કોચમાં આગ ફાટી નીકળી હતી. બ્રેક બ્લોકના ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે બ્રેક બાઈન્ડીંગ અને ધુમાડો જોવા મળ્યો હતો.