જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લા સાથે પાંચ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા

શપથ ગ્રહણ સમારોહમાં INDIA ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા

Omar Abdullah
New Update

જમ્મુ અને કાશ્મીરના  મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની હાજરીમાં શપથ લીધા હતા.ઓમર અબ્દુલ્લાની સાથે વધુ પાંચ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. કેન્દ્રશાસિત પ્રદેશમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થઈ છે.આ શપથ ગ્રહણ સમારોહમાં INDIA ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Omar Abdullah And Rahul Gandhi
જમ્મુ-કાશ્મીરના ઓમર અબ્દુલ્લા કેબિનેટમાં ધારાસભ્ય મંત્રીઓએ પણ શપથ લીધા. જો કે, કોંગ્રેસે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના કોઈપણ ધારાસભ્ય આજે કેબિનેટના શપથ લેશે નહીં. આ સમારોહ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. આજે સતીશ શર્મા, સકીના ઇટુ, જાવેદ ડાર, સુરિન્દર ચૌધરી, જાવેદ રાણા અને જાવેદ ડારે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે તો સુરેન્દ્ર ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ સિવાય સકીના ઇટ્ટુ અને જાવેદ રાણાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. કલમ 370 હટાવ્યાના પાંચ વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરને હવે નવી સરકાર મળી છે.

#Jammu-Kashmir #Oath Ceremony #Jammu Kashmir News #Jammu KAshmir Congress #શપથ ગ્રહણ #Jammu Kashmir Election 2024 #ઓમર અબ્દુલ્લા #Omar Abdullah #Kashmir Oath Ceremony #Kashmir CM #National Conforence
Here are a few more articles:
Read the Next Article