ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરશે

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે.

New Update
Vijay Rupani

મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષની બેઠક માટે ભાજપે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે. જે બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

આ પહેલા મુંબઈમાં મહાયુતિના નેતાઓની મોટી બેઠક યોજાવાની છે. આ બેઠક આજે યોજાવાની હતી, પરંતુ એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં CMના ચહેરાથી લઈને સત્તાની વહેંચણી સુધીની તમામ બાબતો પર ચર્ચા થશે. કયા પક્ષમાંથી કોણ મુખ્યમંત્રી અને કોણ નાયબ મુખ્યમંત્રી બનશે તે અંગે વાતચીત થઈ શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામો આવ્યાં. મહાયુતિએ 230 બેઠકો જીતી હતી. ભાજપે 132 બેઠકો, શિવસેના (એકનાથ શિંદે) 57 અને એનસીપી (અજિત પવાર) 41 બેઠકો જીતી હતી. શિંદેએ કહ્યું- ત્રણેય પક્ષો સાથે મળીને સીએમ નક્કી કરશે. ફડણવીસે કહ્યું હતું કે, એક હૈ તો સેફ હૈ.

Latest Stories