Connect Gujarat
દેશ

ગોપાલ ઇટાલિયા પર દિલ્હીમાં કસાયો સિકંજો, PM મોદી અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ ધરપકડ

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

ગોપાલ ઇટાલિયા પર દિલ્હીમાં કસાયો સિકંજો, PM મોદી અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ ધરપકડ
X

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દ પ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા ગુરુવારે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નીચ' કહેતો વીડિયો અચાનક વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ બે-ત્રણ વર્ષ જૂનો હોવાનું લાગી રહ્યું છે. આ મામલે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAPની આ પ્રકારની માનસિકતા દેશવિરોધી ગણાવી છે. તો રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) મોદી વિરુદ્ધ ટિપ્પણીથી દેશની મહિલાઓનું અપમાન થયાનું જણાવી ઈટાલિયાને ખુલાસો કરવા જણાવ્યું છે. જોકે ઈટાલિયાએ સુરતમાં આ વીડિયો અંગે કહ્યું છે કે આ ભાજપની પાટીદારવિરોધી માનસિકતા દર્શાવે છે, જેથી તેઓ મારા જૂના વીડિયો કાઢીને મને ટાર્ગેટ કરી રહ્યા.

Next Story