/connect-gujarat/media/media_files/2025/08/15/pm-2025-08-15-15-04-03.jpg)
PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે.
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરી છે. PM મોદીએ કહ્યું કે આ દિવાળી પર તમને એક મોટી ભેટ મળવાની છે, અમે દેશભરમાં ટેક્સનો બોજ ઘટાડ્યો છે. હવે તેની સમીક્ષા કરવાની જરૂર છે. અમે રાજ્યો સાથે પણ સલાહ લીધી છે.
મારા પ્રિય દેશવાસીઓ, અમે નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ લાવી રહ્યા છીએ, આ દિવાળી પર તમારા માટે ભેટ બનશે. સામાન્ય માણસને જરૂરી વસ્તુઓ પર ટેક્સ ઓછો થશે, નાના ઉદ્યોગોને ફાયદો થશ, અર્થતંત્રને વેગ મળશે.
PM મોદીએ વધુમાં કહ્યું કે અમે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. આ ટાસ્ક ફોર્સે સમય મર્યાદામાં આ કામ પૂર્ણ કરવું જોઈએ. આ ટાસ્ક ફોર્સ વર્તમાન નિયમો, કાયદાઓ, નીતિઓ, પ્રથાઓ, 21મી સદીને અનુકૂળ, વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને 2047 માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંદર્ભમાં બનાવવામાં આવી છે.
વડાપ્રધાનએ ભાર મૂક્યો કે આ આગળ વધવાની તક છે, મોટા સ્વપ્ન જોવાની તક છે, મોટા સંકલ્પો માટે પોતાને સમર્પિત કરવાની તક છે. હવે દેશ રોકાવા માંગતો નથી, તે આગળ વધવા માંગે છે. દરેક ક્ષણ કિંમતી છે અને આપણે એક પણ ક્ષણ ગુમાવવા માંગતા નથી.