કર્ણાટક સેશન્સ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદો, દલિતો પર અત્યાચારના ગુન્હામાં 98 લોકોને આજીવન કેદ

કર્ણાટકની સેશન્સ કોર્ટે દલિતો પર અત્યાચાર અને ભેદભાવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં 98 લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

New Update
a

કર્ણાટકની સેશન્સ કોર્ટે દલિતો પર અત્યાચાર અને ભેદભાવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં 98 લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

જેમાં ત્રણ ગુનેગારોને 5-5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જજ ચંદ્રશેખર સીની કોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો છે. આ મામલો લગભગ 10 વર્ષ જૂનો છે. આરોપીઓ પર થી હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વર્ષ 2014માં મારાકુંબી કર્ણાટકના ગંગાવતી તાલુકામાં આવેલા ગામમાં દલિતો પર અત્યાચાર અને ભેદભાવનો કિસ્સો સામે આવ્યો હતો. 29 ઓગસ્ટ 2014ના ફરિયાદ કરવામાં આવી હતીજેમાં કહેવામાં આવ્યું હતું કે ગામમાં દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.તેમજ દલિતોને કરિયાણાની દુકાનમાં સામાન આપવામાં આવતો ન હતો.દલિતોને વાળંદની દુકાનોમાં પણ જતા અટકાવવામાં આવ્યા હતા.

આ હિંસા બાદ ત્રણ મહિનાઓ સુધી મારાકુંબી ગામમાં પોલીસ તૈનાત રહી હતી. રાજ્ય દલિત અધિકારી સમિતિએ પણ આ દમન સામે દેખાવો કર્યા હતા. કેટલાક મહિનાઓ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશન પણ સીઝ કરી દેવામાં આવ્યું હતું.આ અંગેનો કેસ કર્ણાટક સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો,કોર્ટે દલિતો પર અત્યાચાર અને ભેદભાવના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.અને એક સાથે 98 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.જ્યારે ત્રણ અપરાધીઓને પાંચ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Latest Stories