Connect Gujarat
દેશ

ભાજપે 10 ​​વર્ષમાં વિપક્ષના કેટલા ધારાસભ્યોને તોડયા? કોંગ્રેસે 'બ્લેક પેપર' બહાર પાડ્યું

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે.

ભાજપે 10 ​​વર્ષમાં વિપક્ષના કેટલા ધારાસભ્યોને તોડયા? કોંગ્રેસે બ્લેક પેપર બહાર પાડ્યું
X

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે મોદી સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' બહાર પાડ્યું છે. જેમાં તેમણે મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળને લઈને 'બ્લેક પેપર' રજૂ કર્યું હતું. આ દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમે બેરોજગારીના મુદ્દાને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવી રહ્યા છીએ. બીજેપી ક્યારેય આ વિશે વાત કરતી નથી.

તેમણે કહ્યું કે કેરળ, કર્ણાટક, તેલંગાણા જેવા બિન-ભાજપ રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ કહ્યું કે દેશમાં લોકશાહી ખતરામાં છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપ 411 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવી છે. તેમણે કોંગ્રેસની ઘણી સરકારો તોડી પાડી. ભાજપ લોકશાહીનો નાશ કરી રહી છે.

'બ્લેક પેપર'માં મોંઘવારી, બેરોજગારી, સામાજિક ન્યાય, ખેડૂતો અને અન્ય ઘણા મુદ્દાઓ પર સરકારની 'નિષ્ફળતાઓ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાર્ટીએ તેને 'અન્યાયના 10 વર્ષ' નામ આપ્યું છે.

ગુરુવારે ખડગેએ સરકાર અને વડાપ્રધાન મોદી પર તેમની નિષ્ફળતા છુપાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આવી સ્થિતિમાં આ સરકાર વિરુદ્ધ 'બ્લેક પેપર' લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે આ 'બ્લેક પેપર' એવા સમયે બહાર પાડ્યું છે જ્યારે સરકારે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના 10 વર્ષના કાર્યકાળ પર 'વ્હાઈટ પેપર' બહાર પાડવાની જાહેરાત કરી છે.

Next Story