ભારે વરસાદના પગલે લેવાયો મહત્વનો નિર્ણય, અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી

જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે.

New Update
WhatsApp Image 2025-07-30 at 1.25.50 PM

હાલ સમગ્ર દેશમાં વરસાદના માહોલ વચ્ચે હવે જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ અને કાશ્મીરમાં સવારથી ભારે વરસાદને કારણે આજે પહેલગામ અને બાલતાલ બેઝ કેમ્પ બંનેમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે, અમરનાથ યાત્રા 2025 દરમિયાન અત્યાર સુધીમાં 3.93 લાખથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.

જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે. અમરનાથ યાત્રાના અત્યાર સુધી 3.93 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

આ તરફ કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર વિજય કુમાર બિધુરીએ માહિતી આપી હતી કે, આજે સવારથી સતત ભારે વરસાદને કારણે બાલતાલ અને નુનવાન/ચંદનવારી બંને રૂટ પરથી મુસાફરીની મંજૂરી આપવામાં આવી નથી. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમજ 29 દિવસની અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં યાત્રાળુઓની સંખ્યા 3.93 લાખ પર પહોંચી ગઈ છે. અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેના કારણે આ આંકડો ચાર લાખને પાર થવાની ધારણા છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ આ વર્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યા છે. તેમજ આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા બંને રુટ પર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી છે.

3 જુલાઈથી ખીણપ્રદેશથી શરૂ થયેલી 38 દિવસની યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.86 લાખથી વધુ યાત્રાળુઓએ ભગવાન શિવના બરફના શિવલિંગના દર્શન કર્યા છે. ગયા વર્ષે 5.10 લાખથી વધુ યાત્રાળુઓએ ગુફા મંદિરમાં પ્રાર્થના કરી હતી જ્યાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગ સ્થિત છે. આ યાત્રા 9 ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે સમાપ્ત થશે.

Amarnath Yatra | Amarnath News | Jammu Kashmir News | monsoon season | Heavy Rain 

Latest Stories