બેંગ્લોરના GT World Mallમાં ખેડૂતને No Entry બદલ મોલ 7 દિવસ બંધ!

ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.

New Update
content_image_3cc0fb0f

બેંગ્લોરના પ્રખ્યાત GT World Mallનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયોમાં ધોતી પહેરેલા ખેડૂતને મોલની અંદર પ્રવેશ નહોતો આપવામાં આવ્યો.આ ઘટના બાદ ભારે હોબાળો થયો હતો. ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.

આ ખેડૂત તેના પુત્ર સાથે ફિલ્મ જોવા માટે મોલમાં આવ્યો હતો. વૃદ્ધ ખેડૂત ને તેના પોશાક-ધોતી ને કારણે મોલમાં પ્રવેશવાની ના પાડી હતી. આ ઘટનાથી દુઃખી થયેલા ખેડૂત અને તેના પુત્ર નાગરાજ ને વીડિયોમાં સુરક્ષા કર્મચારીઓ અને મોલના મેનેજર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં ખેડૂત અને તેના પુત્ર કહી રહ્યા હતા કે કેવી રીતે તેમના કપડાના કારણે તેમને મોલમાં પ્રવેશ આપ્યો નહોતો.

કર્ણાટક વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠતા કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી બિર્થી સુરેશે મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી નું વચન આપ્યું હતું. એસેમ્બલીમાં બોલતા સુરેશે કહ્યુંકાયદા મોલ પર પણ લાગુ થશે. સરકાર સાત દિવસ માટે મોલ બંધ કરી રહી છે. મેં બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન (BBMP) અધિકારીઓ સાથે વાત કરી છે અને આ ઘટનામાં કડક કાર્યવાહી કરતા મોલને સાત દિવસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

 

#CGNews #India #World #Farmer #viral video #closed #NO ENTRY #GT World Mall
Latest Stories