દિલ્હીના રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળતી માહિતી અનુસાર તેમની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. અને પોલીસ દ્વારા તમામ મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. મૃતક પિતા 50 વર્ષીય હીરાલાલ બિહારના વતની હતા. દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર હીરાલાલ મિસ્ત્રી કામ કરતા હતા અને તેમની પત્નીનું કેન્સરથી એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેમના પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષીય નિશિ, 10 વર્ષીય નીરુ અને 8 વર્ષીય દીકરી નિધિ જ હતા.આ ચારેય દીકરીઓ દિવ્યાંગ હોવાને કારણે હરીફરી શકતી નહોતી. આ કારણે હીરાલાલને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ તે પરેશાન રહેવા લાગ્યા હતા.અને આ કારણોસર પરિવારે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હોવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં પોલીસ લગાવી રહી છે.