Connect Gujarat
દેશ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો, અનેક વચનોની કરવામાં આવી લ્હાણી

આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો, અનેક વચનોની કરવામાં આવી લ્હાણી
X

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે સરકાર બનાવશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે.PFIનો ઉલ્લેખ કરતા પાર્ટીએ કહ્યું- ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં મતદારોને રીઝવવા કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં કોંગ્રેસે દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે અને પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. યુવા મતદારોને આકર્ષવા પાર્ટીએ જાહેરાતો પણ કરી છે. આ અંતર્ગત બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને 3,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 1,500 રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન પણ આપવામાં આવ્યું છે.

Next Story