ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર: PM નરેન્દ્ર મોદી

ભારત અને માલદીવ વચ્ચે વણસેલા સંબંધોની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી,

New Update
PM MODI

ભારત અને માલદીવ વચ્ચે વણસેલા સંબંધોની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ સાથે મુલાકાત કરી હતી,અને આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે.

ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે. અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવનું મહત્વનું સ્થાન છે.અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે.

માલદીવમાંRuPay કાર્ડ દ્વારા ચુકવણી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આRuPay કાર્ડ પ્રથમ વ્યવહારના સાક્ષી બન્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા દિવસો પહેલા જ માલદીવમાંRuPay કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં ભારત અને માલદીવUPI દ્વારા પણ જોડાશે.

આ સિવાય બંનેએ માલદીવમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ભારતે માલદીવને તેના સહયોગથી બનેલા700 થી વધુ સામાજિક આવાસ એકમો પણ સોંપ્યા હતા. આ સાથે ભારત અને માલદીવ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને મોઇઝૂની બેઠક બાદ તમામ નિર્ણયોશિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં  આવ્યા હતા.