/connect-gujarat/media/media_files/2025/12/04/indigo-2025-12-04-15-44-29.jpg)
ઇન્ડિગોમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા ઓપરેશન સંકટના કારણે રવિવાર સાંજ સુધીમાં એરલાઇને યાત્રીઓને ₹610 કરોડનું રિફંડ પ્રોસેસ કર્યું છે. આ સાથે જ કંપનીએ દેશભરમાં 3 હજારથી વધુ યાત્રીઓનો સામાન પણ પાછો આપ્યો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રવિવાર સાંજે તેની જાણકારી આપી છે મંત્રાલયે જણાવ્યું કે રિફંડ અથવા રી-બુકિંગ પર કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં. યાત્રીઓની મદદ માટે સ્પેશિયલ સપોર્ટ સેલ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઇન્ડિગોના ફ્લાઇટ ઓપરેશનમાં પણ તેજી આવી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ફુલ કેપેસિટી સાથે ઉડાન ભરી રહી છે.
ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે જણાવ્યું કે, આજે રવિવારે પણ અમે 138માંથી 137 ડેસ્ટિનેશન્સ પર 1650 ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યા છીએ. ઓન ટાઇમ પરફોર્મન્સ (OTP) 75% રહેવાનો અંદાજ છે. શનિવારે આ આંકડો 1500 ફ્લાઇટનો હતો. સામાન્ય રીતે એરલાઇન રોજની લગભગ 2300 ઉડાન ઓપરેટ કરે છે. અમારી સેવાઓ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે.
આજે રવિવારે પણ ઇન્ડિગોની 650થી વધુ ફ્લાઇટ કેન્સલ થઈ છે. આમાં દિલ્હી, ચેન્નઈ, જયપુર, હૈદરાબાદ, ભોપાલ, મુંબઈ, ટ્રિચીથી જનારી ફ્લાઇટ્સ સામેલ છે. આ પહેલાં એરલાઇને શુક્રવારે લગભગ 1600 ફ્લાઇટ અને શનિવારે લગભગ 800 ફ્લાઇટ રદ કરી હતી.