Connect Gujarat
દેશ

ISROએ ચોથી વખત આદિત્ય L1ની ભ્રમણકક્ષામાં વધારી, હવે સેટેલાઇટનું પૃથ્વીથી અંતર 1.21 લાખ કિમી....

ઈસરોએ 15 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે લગભગ 2 વાગ્યે ચોથી વખત આદિત્ય એલ1ની ભ્રમણકક્ષા વધારી હતી.

ISROએ ચોથી વખત આદિત્ય L1ની ભ્રમણકક્ષામાં વધારી, હવે સેટેલાઇટનું પૃથ્વીથી અંતર 1.21 લાખ કિમી....
X

ઈસરોએ 15 સપ્ટેમ્બરના રોજ મોડી રાતે લગભગ 2 વાગ્યે ચોથી વખત આદિત્ય એલ1ની ભ્રમણકક્ષા વધારી હતી. આ માટે, થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. હવે તેનું પૃથ્વીથી સૌથી ઓછામાં ઓછું અંતર 256 કિમી હશે, જ્યારે તેની વધુમાં વધુ અંતર 1 લાખ 21 હજાર 973 કિમી હશે. આદિત્ય સોલર મિશન 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે આ ઓપરેશન ISTRAC બેંગલુરુથી હાથ ધરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઉપગ્રહને મોરેશિયસ અને પોર્ટ બ્લેરના ઇસરો ગ્રાઉન્ડ સ્ટેશન પરથી ટ્રેક કરવામાં આવ્યો હતો. હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે, તેને લેગ્રેન્જ પોઈન્ટ L1 ની ભ્રમણકક્ષામાં મૂકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે. ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય L1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. એટલે કે પૃથ્વીથી તેનું મહત્તમ અંતર 71,767 કિલોમીટર હતું અને સૌથી ઓછું અંતર 296 કિલોમીટર હતું.

Next Story