New Update
/connect-gujarat/media/media_files/2025/08/01/bhadkodra-village-2025-08-01-13-00-33.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામની શાલીમાર સોસાયટીમાં મકાનની અંદર ચાલતા જુગારધામ પર દરોડા પાડી 16 હજારના મુદ્દામાલ સાથે પાંચ જુગારીને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મથકના પી.આઈ. આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદ્રા ગામની શાલીમાર સોસાયટીમાં આવેલ બંગ્લા નંબર-2માં અમિશકુમાર હસમુખલાલ મોદી બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
પકડાયેલ આરોપીઓના નામ:-
1 અમિષકુમાર હસમુખલાલ મોદી ઉ.વ.૪૨ રહેવાસી. બંગ્લા નં.૨ શાલીમાર સોસાયટી, ભડકોદ્રા ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ
2 અશ્વિનભાઈ છોટાલાલ ઘીવાલા ઉ.વ.૫૬ ૨હેવાસી. મ.નં.૭૪૨ સુભાનવાડ, જુની શાક માર્કેટ અંક્લેશ્વર શહેર જી.ભરૂચ
3 વિનોદભાઈ કાલીદાસભાઈ પટેલ ઉ.વ.૫૭ રહેવાસી. મ.નં.૪૦૮/૧૨ સરદાર પટેલ સોસાયટી, લાયન્સ સ્કુલ પાસે જી.આઈ.ડી.સી. અંક્લેશ્વર જી.ભરૂચ
4 ભરતભાઈ માણેકજી મોમાયા ઉ.વ.૫૭ રહેવાસી.મ.નં. ૭/૯ સુફલમ કો.ઓ.હા.સો. માનવ મંદિર પાછળ અંકલેશ્વર GIDC તા.અંકલેશ્વર જી.ભરૂચ
5 હિતેષભાઈ મગનભાઈ રાઠોડ ઉ.વ.૫૫ ૨હેવાસી.મ.નં.આર.સી.એલ.૪૨/૧, ૫૦૦ ક્વૉટર્સ અંક્લેશ્વરને ઝડપી પાડ્યો હતો.
Latest Stories