/connect-gujarat/media/media_files/2025/11/02/isrooo-2025-11-02-19-03-51.png)
ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે.
નૌકાદળ હવે વધુ સારી રીતે સંચાર કરી શકશે અને દુશ્મનના પ્રદેશ પર નજર રાખી શકશે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે. ઇસરો દ્વારા તેના બાહુબલી રોકેટ, LVM3-M5 નો ઉપયોગ કરીને તેને લોન્ચ કરવામાં આવ્યો હતો.
ઇસરોએ ભારતીય નૌકાદળ માટે CMS-03 (GSAT-7R) સંચાર સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નૌકાદળનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે. તેનાથી નૌસેનાની સ્પેસ બેસ્ડ કોમ્યુનિકેશન અને દરિયાઈ ક્ષેત્રની નિગરાનીની ક્ષમતા મજબૂત થશે. સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ, તે નૌકાદળના જહાજો, વિમાનો અને સબમરીનને જોડશે. GSAT-7R કમ્યુનિકેશન સેટેલાઇટ છે, એટલે કે તે સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે કામ કરશે.તે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે.આ ઉપગ્રહ નૌકાદળના જહાજો, વિમાનો, સબમરીન અને દરિયાઈ કામગીરી કેન્દ્રો વચ્ચે ઝડપી અને સુરક્ષિત સંચાર પ્રદાન કરશે.