જમ્મુ-કાશ્મીર : યુદ્ધવિરામ બાદ શોપિયામાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં લશ્કરના 3 આતંકવાદી ઠાર માર્યા

સુરક્ષા દળોએ જંગલમાં ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે

New Update
Terrorist Killed

દક્ષિણ કાશ્મીરના શોપિયાના શુક્રુ કેલર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. માહિતી અનુસારસુરક્ષા દળોએ જંગલમાં ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબમંગળવારે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુંછે,સુરક્ષા દળોએ જંગલમાં ઘણા આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના શુક્રુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેના ચોક્કસ ઇનપુટના આધારેસુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું.

આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયુંહતું,જવાબમાં સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યોહતો,હાલમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ છેત્યારે શોપિયામાં માર્યા ગયેલા લશ્કરના ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. પહેલા આતંકવાદીનું નામ શાહિદ કુટ્ટે છે જે મોહમ્મદ યુસુફ કુટ્ટેનો પુત્ર છેજે શોપિયાના છોટીપોરા હિરપોરાનો રહેવાસી છે. તે 8 માર્ચ-2023 ના રોજ લશ્કર સાથેસંકળાયેલો હતો,આ આતંકવાદી 08 એપ્રિલ-2024 ના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનામાં સામેલ હતોજેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા.

આ આતંકવાદી 18 મે2024ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં સામેલ હતો. ૩ ફેબ્રુઆરી-2025 રોજ કુલગામના બેહીબાગ ખાતે ટીએ કર્મચારીઓની હત્યામાં તેની સંડોવણી હોવાની શંકા છે. બીજા આતંકવાદીની ઓળખ અદનાન શફી ડારમોહમ્મદ શફી ડારવંદુના મેલહોરાશોપિયાના રહેવાસી તરીકે થઈ હતી. તે 18 ઓક્ટોબર-2024ના રોજ શોપિયાના વાચીમાં એક બિન-સ્થાનિક મજૂરની હત્યામાં સામેલ હતો.

ભારતીય સેનાએ 13 મે 2025 ના રોરાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ પાસેથી મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારેશોપિયાના શોકલ કેલરના સામાન્ય વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે પોસ્ટ કરી હતીજેના આધારે ભારતીય સેનાએ શોધ અને નાશ કામગીરી શરૂ કરી હતી. ઓપરેશન દરમિયાનઆતંકવાદીઓએ ભારેઅનેભીષણ ગોળીબાર થયોહતોજેના પરિણામે ત્રણ કટ્ટર આતંકવાદીઓ માર્યા ગયાહતા..