Connect Gujarat
દેશ

ઝારખંડની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો....

ઝારખંડમાં વહેલી સવારે મંગલવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાંચિ હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યુ હતું

ઝારખંડની ધરા ધ્રુજી, 3.7ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો....
X

ઝારખંડમાં વહેલી સવારે મંગલવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાંચિ હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યુ હતું કે ભૂકંપ સવારે 3.22 વાગ્યે અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર બિંદુ દુમકા જિલ્લાના ઉત્તર પૂર્વમાં 24 કિલોમીટર દૂર જમીનથી 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેમણે કહ્યું હતું કે આ હળવા આંચકા હતા. જેથી જાન-માલને કોઈ નુકશાન થયું નથી. દુમકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંગલવારે સવારે લગભગ સાડા 3 આજુબાજુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અને રિકટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 હોવાનું કહેવાયું છે. થોડા દિવસ પહેલા દિલ્હી એનસીઆર માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે એ ભૂકંપના આંચકા એટલા ભયાનક હતા કે લોકો ઘરની બાર દોડી આવ્યા હતા. જો કે ભૂકપથી કોઈ જાન માલને નુકશાનના સમાચાર નથી.

Next Story