ગરીબ પરિવારના 23 વર્ષના કેતનને હજુ હાલમાં જ નોકરી મળી હતી

 મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા. જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું

author-image
By Connect Gujarat Desk
New Update
ketan

 મધ્ય રેલવેના મુંબ્રા અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી આજે ચાર મુસાફરોના મોત નીપજ્યા હતા.

જેમાં ઉલ્હાસનગરના ૨૩ વર્ષીય કેતન સરોજનું પણ મોત નીપજ્યું હતું. તે છેલ્લા ત્રણ મહિનાથી થાણેમાં કામ કરતો હતો. 

અઠવાડિયાના  પહેલા જ દિવસે મુંબ્રામાં થયેલા ટ્રેન અકસ્માતમાં, કુલ ૧૪ મુસાફરો ટ્રેનમાંથી નીચે રેલવે પાટા પર પડી ગયા હતા. જેમાં ઉલ્હાસનગર ૧ના હનુમાન નગર વિસ્તારના રહેવાસી કેતન સરોજનું પણ આજે ટ્રેન અકસ્માતમાં મોત નીપજ્યું હતું.  આ ઘટનાથી હનુમાન નગર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. 

કેતનનો પરિવાર ખુબ જ ગરીબ છે. તેથી ગરીબાઈમાં રહીને  કેતનને બી.કોમ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું.  ત્યારબાદ તેને ત્રણ મહિના પહેલા જ થાણેમાં એક ખાનગી કંપનીમાં સેલ્સમેનની નોકરી મળી હતી.

કેતન પરિવારનો એકમાત્ર કમાતો દિકરો હતો. ઘટના મુજબ, આજે સવારે કેતન રાબેતા મુજબ આજે સવારે ૮.૩૦ વાગ્યે ઘરેથી કામ પર જવા માટે નીકળ્યો હતો.  પરંતુ તેના આકસ્મિક મૃત્યુથી સરોજ પરિવારનો સહારો છીનવાઈ ગયો હતો.

આ અકસ્માત બાદ પરિવારજનોએ રેલવે પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે આ માટે રેલવે પ્રશાસન જ જવાબદાર છે. લોકલ ટ્રેનોમાં ભારે ભીડને કારણે ઘણા અકસ્માતો થતા હોવાથી અગાઉ કેટલાય લોકોએ રેલવે વહીવટીતંત્રને ઘણી ફરિયાદો કરવામાં આવી હતી.

પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી ન હતી. તેથી આજે અમારા પરિવારનો એક સભ્ય મૃત્યુ પામ્યો છે. કાલે બીજા પરિવારને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

 

Latest Stories