સુરતમાં ખાડીપૂરથી લોકો ચિંતામાં ગરકાવ , સુરત ડૂબ્યું.

ખાડીપૂરે હાલ સુરતની દશા બગાડી નાખી છે. બધી ગાડીઓ ડૂબવા લાગી છે, ભગવાનના મંદિરો પણ ડૂબ્યાં છે, લોકોના મકાનો ડૂબ્યાં છેઅને  શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે.

surat
New Update

ખાડીપૂરે હાલ સુરતની દશા બગાડી નાખી છે. બધી ગાડીઓ ડૂબવા લાગી છે, ભગવાનના મંદિરો પણ ડૂબ્યાં છે, લોકોના મકાનો ડૂબ્યાં છે

 અને  શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યા છે.

મધરાત સુધીમાં આ સ્થિતિ વધુ વિકટ બની શકે છે, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં લાખો શહેરીજનોના જીવ તાળવે ચોંટ્યા છે.સુરત શહેરમાં તાપી નદી પસાર થાય છે.

આ નદીની સાથે સાથે શહેરમાં 5 ખાડી છે, જેમાં ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે.હાલ તો ભારે વરસાદને પગલે વ્યાપકપણે જનજીવનને અસર પોહચી રહી છે.

#Surat #Rain #Varsad #Havaman Vibhag
Here are a few more articles:
Read the Next Article