New Update
/connect-gujarat/media/post_banners/45a86d7b06a66036ca01bfced33f2c8bac5c7a2c307d1a20d2e4ec1cf903a3a2.webp)
મહારાષ્ટ્રના રાયગઢમાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીંના ખાપોલી વિસ્તારમાં એક બસ રોડ પરથી ઉતરી ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 29થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકોએ બસમાં સવાર લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ખાનગી બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી. મુંબઈ-પુણે હાઈવે પર, શિંગરોબા મંદિર પાસે, તે નિયંત્રણ ગુમાવ્યું અને રસ્તાથી દૂર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. બસમાં 42 જેટલા મુસાફરો સવાર હતા. રાહત અને બચાવકર્મીઓ તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
Latest Stories