Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : ચંદ્રાપુરના પટાલા ગામે પૂર આવતા ઘરોમાં માછલાં અને સરિસૃપો તણાઇ આવ્યા, જુઓ દ્રશ્યો

મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે

X

મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે મકાનમાં 5 ફૂટથી વધુ પાણીના ભરાવા સાથે મોટા મોટા માછલાં અને સરિસૃપો ધસી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે અવિરત 2 દિવસ સુધી વરસેલા ભારે વરસાદના કારણે આખેઆખું ગામ બેટમાં ફેરવાય ગયું છે. પટાલા ગામમાં 5 ફૂટથી વધુ વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો સંપર્ક વિહોણા બન્યા છે. પૂરની સ્થિતિ સર્જાતા લોકોના મકાનમાં ભરાયેલા પાણીથી ઘરવખરીને પણ મોટું નુકશાન થવા પામ્યું છે. એટલું જ નહીં, ગામમાં વરસાદી પાણીની સાથે મોટા મોટા માછલાં અને સરિસૃપો પણ ધસી આવ્યા છે. જેથી પટાલા સહિત આસપાસના વિસ્તારોના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ, પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યું છે, જ્યાં પુરગ્રસ્તોને NDRFની ટીમ દ્વારા નજીકમાં આવેલ કંપની તેમજ સમાજની વાડીમાં સ્થળાંતર કરાય રહ્યા છે. જોકે, હવે ધીમે ધીમે પૂરના પાણી ઓસરતા પટાલા ગામના સ્થાનિકોએ રાહત અનુભવી રહ્યા છે.

Next Story