Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : ચંદ્રપુરમાં સર્જાયો ભયંકર અકસ્માત, કાર અને બસ સામસામે અથડાતા 5ના મોત, બાળકી ગંભીર

અકસ્માતમાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. બંને વાહનો સામસામે ટકરાયા બાદ કારમાં સવાર 6 લોકોમાંથી 5 લોકોના મોત થયા છે,

મહારાષ્ટ્ર : ચંદ્રપુરમાં સર્જાયો ભયંકર અકસ્માત, કાર અને બસ સામસામે અથડાતા 5ના મોત, બાળકી ગંભીર
X

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં બસ અને કાર સામસામે ટકરાવાની ઘટના બની છે.

અકસ્માતમાં કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. બંને વાહનો સામસામે ટકરાયા બાદ કારમાં સવાર 6 લોકોમાંથી 5 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ અકસ્માત ચંદ્રપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 115 કિલોમીટર દૂર થયો છે. આ અકસ્માત રવિવારે સાંજે 4 વાગ્યે નાગભીડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કનપા ગામમાં થયો હતો. મળતી માહિતી મુજબ 6 વ્યક્તિઓ એક કારમાં નાગપુરથી નાગભીડ જઈ રહ્યા હતા. કાર સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થવાના કારણે મૃતદેહોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. કારને કટર વડે કાપીને મૃતદેહો બહાર કઢાયા હતા. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.

Next Story