New Update
છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર સુરક્ષા દળોએ 6 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સામેલ છે. જવાનોએ શસ્ત્રો અને મૃતદેહો કબજે કર્યા છે. બે જવાનોને પણ ગોળી વાગી છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.તેલંગાણાની ગ્રેહાઉન્ડ પોલીસને કોટ્ટાગુડેમ જિલ્લાના ગુંડાલા-કરકાગુડેમ વિસ્તારમાં મોટી સંખ્યામાં
નક્સલવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તેના આધારે એક દિવસ પહેલા જ સર્ચ ઓપરેશન માટે ફોર્સ મોકલવામાં આવી હતી.બે દિવસમાં આ બીજો મોટો હુમલો છે. અગાઉ 3 સપ્ટેમ્બરે દંતેવાડા-બીજાપુર બોર્ડર પર 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, હવે તેલંગાણા બોર્ડર પર 6 નક્સલી માર્યા ગયા છે.
Latest Stories