/connect-gujarat/media/media_files/2025/08/31/ag-fdt-2025-08-31-14-25-15.png)
ઉત્તરપ્રદેશના લખનઉમાં એક ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી.જેમાં લગભગ છ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દુર્ઘટનાની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડ અને રેસ્ક્યૂ તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. ટોચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટના કેવી રીતે બની અને શું કારણ તેને લઈને કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. તપાસ બાદ જ દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાશે. પ્રારંભિક સૂચના અનુસાર, વિસ્ફોટ દરમિયાન ફેક્ટરની અંદર કામ કરી રહેલા કામદાર આલમ, તેની પત્ની અને તેના બે દિકરાનું મોત નીપજ્યું છે. અમુક ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છતનો હિસ્સો ધરાશાયી થયો હતો. જેથી કાટમાળની અંદર અનેક લોકો ફસાયા છે.