મોદી સરકારે વિવિધ કમિટીઓની રચના કરી, પ્રથમવાર સાથી પક્ષઓના નેતાઓને મોટી સંખ્યામાં કરાયા સામેલ

મોદી સરકારે  સુરક્ષા, આર્થિક મામલા અને રાજકીય બાબતો માટે કેબિનેટ કમિટીઓ બનાવી છે. આ કમિટીઓ દેશની સુરક્ષા, આર્થિક અને રાજનૈતિક મામલાઓને લગતા મોટા નિર્ણયો લે

New Update
committees

મોદી સરકારે  સુરક્ષા, આર્થિક મામલા અને રાજકીય બાબતો માટે કેબિનેટ કમિટીઓ બનાવી છે. આ કમિટીઓ દેશની સુરક્ષા, આર્થિક અને રાજનૈતિક મામલાઓને લગતા મોટા નિર્ણયો લે છે.આ વખતે, ભાજપના મંત્રીઓ ઉપરાંત, NDAના ઘટક પક્ષો JDU, TDP, JDS, શિવસેના (શિંદે જૂથ) અને લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ (LJP-R) ના મંત્રીઓને પણ આ કમિટીઓમાં સામેલ કરવામાં આવ્યા છે.મોદી સરકાર સત્તામાં આવ્યા પછી (2014 પછી) આ પ્રથમ વખત છે જ્યારે NDAના સહયોગી દળોને આટલી મોટી સંખ્યામાં કેબિનેટ કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સુરક્ષા પરની કેબિનેટ કમિટીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર.
આર્થિક બાબતોની કેબિનેટ કમિટીઃ 
પીએમ મોદી ઉપરાંત રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, જયશંકર, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી (JDS) સામેલ છે. આ કમિટીમાં વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને પંચાયતી રાજ પ્રધાન રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ (JDU)નો પણ સમાવેશ થાય છે.
Latest Stories