Connect Gujarat
દેશ

દેશમાં મોદી લહેર યથાવત, ભાજપ 3 રાજ્યોમાં સરકાર બનાવવા તરફ અગ્રેસર

દેશના ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે એ હાલના વલણ પરથી લાગી રહ્યું છે

X

દેશના ચાર રાજ્યોમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવશે એ હાલના વલણ પરથી લાગી રહ્યું છે ત્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

રાજસ્થાનમાં ફરી એકવાર દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ભાજપ 115 બેઠકો પર અને કોંગ્રેસ 67 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય ઉમેદવારો 17 બેઠકો પર આગળ છે.

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચૂંટણીના 16 દિવસ બાદ રવિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતનાં વલણોમાં ભાજપ બહુમતને પાર છે. ભાજપ 158 અને કોંગ્રેસ 69 બેઠકો પર આગળ છે. 3 બેઠકો પર અન્ય આગળ છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે.ત્રીજા તબક્કાના મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી રસાકસી જામી હોય એવું લાગી રહ્યું છે. ભાજપ 51 અને કોંગ્રેસ 37 સીટો પર આગળ છે. જ્યારે સીએમ ભૂપેશ બઘેલ, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત સહિત 7 મંત્રીઓ પાછળ છે.

Next Story