Connect Gujarat
દેશ

'મમ્મી અને પાપા, હું આ કરી શક્તિ નથી, આ જ છેલ્લો વિકલ્પ છે...', JEEની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા..!

રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી.

મમ્મી અને પાપા, હું આ કરી શક્તિ નથી, આ જ છેલ્લો વિકલ્પ છે..., JEEની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા..!
X

રાજસ્થાનના કોટામાં IIT JEE ની તૈયારી કરી રહેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આગામી 31મી જાન્યુઆરીએ વિદ્યાર્થીનીની પરીક્ષા હતી. તે પહેલા જ તેણે આ ભયંકર પગલું ભર્યું હતું.

પોલીસને વિદ્યાર્થીની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ નોટ જોઈને લાગે છે કે વિદ્યાર્થીએ પરીક્ષાના દબાણને કારણે આત્મહત્યા કરી છે. કોટાના એક કોચિંગ સેન્ટરમાં JEE મેઈન્સની તૈયારી કરી રહેલી 18 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના જ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની તેના રૂમમાં અભ્યાસ કરવા ગઈ હતી, પરંતુ બહાર ન આવી, ત્યારે આસપાસના લોકોને શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી.

Next Story