મધ્યપ્રદેશમાં આર્મી ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 10થી વધુ કર્મચારીઓ ઘાયલ

મધ્યપ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 10 થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

a
New Update

મધ્યપ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતોજેમાં 10 થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

જાણવા મળ્યા મુજબ ખમરિયામાં આવેલી આર્મી ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો હતો.બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.આ ફેક્ટરીમાં નેવી માટે બોમ્બ બનાવવા આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના સેન્ટ્રલ ઈન્ડિયા એરિયા હેડક્વાર્ટરના અધિકારીના જણાવ્યા અનુસારઆ ઘટના સવારે 9.45 વાગ્યે બની હતી.તેમણે કહ્યું કે લાપતા કર્મચારી કાટમાળ નીચે ફસાયો હોવાની આશંકા છે અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે.અને ઘટના અંગેની જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

 

#CGNews #India #blast #Jabalpur #Two killed
Here are a few more articles:
Read the Next Article