જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર

NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છે, ત્યારે, જમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, બીજી તરફ ભાજપે 29 બેઠકો પર જીત મેળવી છે

New Update
jammu kashammir election 2024

જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉત્તેજના સભર માહોલ સાથે જાહેર કરવામાં આવ્યા હતા,જેમાં નેશનલ કોન્ફરન્સ અને  કોંગ્રેસ ગઠબંધનને બહુમતી પ્રાપ્ત થઇ હતી.

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહેબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. 

NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છેત્યારેજમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છેબીજી તરફ ભાજપે 29 બેઠકો પર જીત મેળવી છે.જ્યારે મહેબૂબા મુફ્તીની PDP પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા હતા.હવે ઓમર અબ્દુલ્લા મુખ્યમંત્રી તરીકેનો પદભાર સાંભળશે તે પણ સ્પષ્ટ થઇ ગયું છે.

Latest Stories