રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા ન હતા. 18 સપ્ટેમ્બરથી જૂની બિલ્ડિંગમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તે પહેલા રવિવારે ધનખડ નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે સંસદને જૂની બિલ્ડિંગમાંથી નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવશે. આ દિવસથી જ નવી બિલ્ડિંગમાં કામ શરૂ થશે. વિશેષ સત્રના બાકીના 4 દિવસનું કામકાજ પણ આ જ રીતે ચાલશે. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના મહાસચિવ પ્રમોદ મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ 17 સપ્ટેમ્બરે નવી સંસદમાં ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. તેમણે લખ્યું કે તે CWC મિટિંગ માટે હૈદરાબાદમાં છે. તેમને 15 સપ્ટેમ્બરની સાંજે સંસદના કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું, જ્યારે આ બેઠક ઘણા દિવસો અગાઉથી નક્કી કરવામાં આવી હતી. તેથી તેમના માટે 17મી સપ્ટેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેવું શક્ય બનશે નહીં.
નવા સંસદ ભવન પર પહેલી વાર ફરકવાયો રાષ્ટ્રધ્વજ, ગણેશ ચતુર્થીના દિવસે કામકાજ નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે....
રવિવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.
New Update
Latest Stories