/connect-gujarat/media/media_files/2025/04/15/1Fru8425vRxyBQm85MKu.jpg)
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પલેન્ટ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટની નોંધ લેવા અંગેની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે.
કોંગ્રેસના ગાંધી પરિવારની મુશ્કેલી દૂર થવાનું નામ નથી લેતી,ત્યારે ઘણા સમયથી શાંત રહેલો નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસનું ભૂત ફરી ધુણ્યું છે,આ કેસમાં ED દ્વારા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી,સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, સામ પિત્રોડા અને સુમન દુબે પર છેતરપિંડી અને નાણાકીય ઉચાપત દ્વારા ખોટમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારને હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.