NDA સંસદીય દળની બેઠકમાં મોદી જુના અંદાજમાં જોવા મળ્યા, EVM પર કટાક્ષ સહિત કોંગ્રેસ પર વરસ્યા

PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી.

PM MODI
New Update

PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી.

આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ અહીં સન્માનપૂર્વક સંવિધાન સમક્ષ માથુ ઝુકાવ્યું તો તમામ સાથી સાંસદો તેમની સામે ભાવપૂર્વક જોઈ રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાન સમક્ષ ન માત્ર ઝૂક્યા પરંતુ તેને ઉપાડીને પોતાના કપાળ પર લગાવ્યું. જે બાદ હોલમાં હાજર તમામ NDA સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું.

આ પહેલા 20 જૂન 2014ના રોજ વડાપ્રધાન મોદીએ, સાંસદ બન્યા બાદ સૌપ્રથમવાર સંસદમાં પ્રવેશતા પહેલા સંસદના પગથિયાં પર માથું ટેકવીને પ્રણામ કર્યા હતા. તે સમયે પણ તેના ખૂબ વખાણ થયા હતા. હવે તેમણે બંધારણને કપાળે લગાવ્યું છે. વડાપ્રધાન મોદીએ હંમેશા સંસદ અને બંધારણને મહત્વ આપ્યું છે. જો કે વિપક્ષી દળોએ તેમના પર ઘણી વખત બંધારણ બદલવી નાખશેનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે દરેક વખતે સંવિધાનની રક્ષા કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ફરી એકવાર તેમણે સંસદમાં બંધારણની નકલ સામે ઝૂકીને લોકશાહીમાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી છે.પીએમ મોદીએ ફરી એકવાર દેશવાસીઓને આશ્વાસન આપ્યું કે અમે વિકાસ અને સુશાસનનો નવો અધ્યાય લખીશું. અમે સરકારમાં લોકોની ભાગીદારી વધારીશું અને સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.
#કોંગ્રેસ #સંસદીય દળ #NDA #બેઠક #પીએમ મોદી #EVM
Here are a few more articles:
Read the Next Article