ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 પોઈન્ટ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ આ અંગે અપડેટ કર્યું છે કે Aditya-L1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેંગિયન -1 સુધી પહોંચી જશે. ISROના ચીફ એસ સોમનાથે આ અંગે અપડેટ આપતા કહ્યું હતું કે Aditya-L1 ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને હાલ પૃથ્વીથી L-1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 110 દિવસ લાગે છે એટલે જાન્યુઆરીના મધ્ય સુધીમાં આ L-1 પોઈન્ટ સુધી પહોંચી જશે અને બાદમાં L-1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન પોઈન્ટના હેલો ઓર્બિટ માં સ્થાપિત કરવામાં આવશે. Aditya-L1 પર લાગેલા પેલોડ સૂર્ય પ્રકાશ, પ્લાઝમાં અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે. ભારતનું મહત્વાકાંક્ષી સુર્ય મિશન Aditya-L1 સૂર્યના વાતાવરણના સૌથી બહારના ભાગની રચના અને તેની ગરમીની પ્રક્રિયા, તેનું તાપમાન, સૌર વિસ્ફોટ અને સૌર વાવાઝોડાના કારણો અને ઉત્પત્તિ, સંરચના અને વેગનો અભ્યાસ કરશે. આ ઉપરાંત લૂપ પ્લાઝ્મા. અને ઘનતાને અસર કરતા પરિબળો, કોરોનલ માસ ઇજેક્શનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને ગતિ સૌર પવનો અને અવકાશ હવામાનનો અભ્યાસ કરશે.
Aditya L1ને લઈને નવી અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ....
ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું.
New Update
Latest Stories