નવો નિયમ,વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે

ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.

New Update
NHAI

ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.

જે અંતર્ગત જે લોકોના વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તેઓએ ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જેના માટે એનએચએઆઈ તરફથી દિશા-નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે. લોકો પોતાની કાર તથા અન્ય વાહનો ના વિન્ડ સ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ લગાવતા નથી. જેના પર કડક વલણ દાખવતાNHAIએ ફાસ્ટેગ માટે નવો નિયમ લાગુ કર્યો છે. હવે વિન્ડ સ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ ન લગાવનાર પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવશે.

આ સંદર્ભે નોટિફિકેશન જારી કરી જણાવ્યું છે કે,વિન્ડ સ્ક્રિન પર ફાસ્ટેગ ન લગાવવા બદલ ટોલ પ્લાઝા પર બિલિંગમાં વિલંબ થાય છે. જેના કારણે કતારમાં ઉભેલા અન્ય વાહનોને પણ મુશ્કેલી થાય છે. જેને ધ્યાનમાં લેતાં ઓથોરિટીએ આ સંદર્ભેSOPજારી કરી છે. જેમાં ફાસ્ટેગ વિન્ડ સ્ક્રિન પર ન લગાવવા બદલ બમણો ટેક્સ વસૂલવા નો નિર્ણય લેવાયો છે.

Read the Next Article

શું નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ પણ બદલાશે? ભાજપના સાંસદે રેલ્વે મંત્રીને પત્ર લખીને આ માંગણી કરી

ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર લખીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'અટલ બિહારી વાજપેયી રેલ્વે સ્ટેશન' કરવાની માંગ કરી

New Update
DILHI RAILWAY
નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલવાની માંગ હવે તેજ બની ગઈ છે. થોડા દિવસો પહેલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જૂની દિલ્હી રેલવે સ્ટેશનનું નામ બદલીને 'મહારાજા અગ્રસેન રેલ્વે સ્ટેશન' કરવાની માંગ કરી હતી. તો હવે ચાંદની ચોકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર લખીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર અટલ બિહારી વાજપેયી રેલ્વે સ્ટેશન રાખવાની વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ અગાઉ દિલ્હી જંકશનનું નામ બદલીને મહારાજા અગ્રસેન રેલ્વે સ્ટેશન રાખવાનું સમર્થન કર્યું હતું.

ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર લખીને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'અટલ બિહારી વાજપેયી રેલ્વે સ્ટેશન' કરવાની માંગ કરી છે. તેમણે તેને દેશની રાજધાની માં ભારત રત્ન અટલજીની સ્મૃતિને અમર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક પહેલ ગણાવી છે. બીજી તરફ, તેમણે દિલ્હી જંકશન રેલ્વે સ્ટેશનનું નામ બદલીને મહારાજા અગ્રસેન રેલ્વે સ્ટેશન રાખવાનો પણ આગ્રહ કર્યો છે. ખંડેલવાલે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આ સંદર્ભમાં રેલ્વે મંત્રી વૈષ્ણવને મળશે અને સંસદના આગામી સત્રમાં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવશે.

ખંડેલવાલે રેલ્વે મંત્રી વૈષ્ણવને લખેલા પત્રમાં લખ્યું છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન દેશનું સૌથી પ્રખ્યાત, વ્યસ્ત અને ઐતિહાસિક રેલ્વે સ્ટેશન છે, જે રાજધાનીના પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. તેનું નામ અટલજી જેવા મહાન નેતાના નામ પર રાખવું માત્ર યોગ્ય રહેશે નહીં, પરંતુ દિલ્હી અને દેશના નાગરિકોની લાગણીઓનું પણ સન્માન કરશે.

તેમણે કહ્યું કે અટલજીનું જીવન રાષ્ટ્રીય સેવા, લોકશાહી મૂલ્યો અને સમાવેશી વિકાસ માટે સમર્પિત હતું. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે માળખાગત સુવિધાઓ, પરમાણુ ઉર્જા, વૈશ્વિક ઓળખ અને અર્થતંત્રના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી. તેમણે માત્ર એક રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક વિચાર, કવિ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ તરીકે પણ સમગ્ર દેશને દિશા આપી.

સાંસદ ખંડેલવાલે એમ પણ કહ્યું કે જેમ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બેંગલુરુમાં ક્રાંતિવીર સંગોલી રાયન્ના સ્ટેશન જેવા મુખ્ય સ્ટેશનોનું નામ ઐતિહાસિક નાયકોના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેવી જ રીતે દિલ્હી જેવા રાષ્ટ્રીય રાજધાનીના હૃદયમાં સ્થિત સ્ટેશનને પણ અટલજી જેવા રાષ્ટ્રીય પ્રતિમાને સમર્પિત કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ નામકરણ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત પણ બનશે.