Connect Gujarat
દેશ

ભારતના પ્રવાસે આવતા વિદેશી નાગરિકો માટે IVFRT પ્રોજેક્ટ અંગેનું જાહેરનામું, વાંચો કયા નિયમોનું કરવું પડશે પાલન..!

વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.

ભારતના પ્રવાસે આવતા વિદેશી નાગરિકો માટે IVFRT પ્રોજેક્ટ અંગેનું જાહેરનામું, વાંચો કયા નિયમોનું કરવું પડશે પાલન..!
X

વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે. તેઓ કયા કયા સ્થળોએ જઈ, ક્યાં રોકાણ કરેલ છે. તેમજ તેમની મુલાકાતનું સાચું કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્યવસ્થા હાલમાં ઉપલબ્ધ નથી. તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં પણ તેઓની વિગત લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. આ બાબતનો લાભ કોઈપણ આતંકવાદી નાગરીકો કયા કારણથી ભારતમાં કે, રાષ્ટ્રદોહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો લઈ શકે તેમ છે. જેથી વિદેશી નાગરીકો કયા કારણથી ભારતમાં આવી કયા સ્થળોની મુલાકાત લીધેલ, રોકાણની વિગતો, કયાંથી પરત ગયા તે તમામ વિગતો મેળવી શકાય તેમજ તેમની ગતિવિધી ઉપર નજર રાખી શકાય તે માટે ભારત સરકાર દ્વારા આઈ.વી.એફ.આર.ટી. ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકીંગ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને દરેક દેશની એમ્બેસીઓ સાથે જોડી વિદેશી નાગરીકોની તમામ કાર્યવાહી સરકાર દ્વારા તા. ૦૧/૦૮/૨૦૧૩ના રોજ ઓનલાઈન કાર્યરત કરવામાં આવ્યો છે. જેથી ફોજદારી અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કરાયો છે કે, ભારતમાં જુદા જુદા કારણોસર વિદેશી નાગરીકો આવી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાનામાં રોકાણ કરતા તેમજ જુદા જુદા પ્રકારની મેડીકલ સારવાર માટે રાજ્ય તેમજ જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોમાં રોકાણ કરી મેડીકલ સારવાર અને જુદી જુદી કોલેજ અને યુનિવર્સિટીમાં એડમીશન મેળવી અભ્યાસ માટે રોકાણ કરતાં વિદેશી વિદ્યાર્થીઓ સહિત પ્રોજેકટ હેઠળ ઓનલાઈન જોઈ શકાય તે માટે સબંધિત હોટલ, ગેસ્ટહાઉસ, મુસાફર ખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીના સંચાલક/માલીક પ્રથમ www.indianfrro.gov.in/frro/FormC વેબસાઈટ ઉપર રજીસ્ટર થયા તેનો યુઝર આઈડી અને પાસવર્ડ જે તે સંસ્થા/માલીક તેમની પાસે રેકર્ડમાં રાખે અને યુઝરઆઈડી અને પાસવર્ડની માહિતી તેમના પત્ર સાથે નિયુક્ત કરેલા અધિકારીઓને મોકલી આપે, જેથી કરીને તેઓ રજીસ્ટર થયા અંગેની જાણકારી મળી રહે. આ સાથે જ સબંધિત હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સિટીમાં જયારે જયારે વિદેશી નાગરીકો આવે ત્યારે સબંધિત સંસ્થા/સંચાલક દ્વારા www.indianfrro.gov.in/frro/Form C વેબસાઈટ ઉપર જે તે સંસ્થા/માલીક દ્વારા તેમની સસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે. તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઓન થઈ ફોર્મસીમાં જે તે વિદેશી નાગરીકની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અપલોડ કરી, માહિતી સેવ કરી તેની પ્રિન્ટઆઉટ કાઢવી જરૂરી છે. તેમજ પરવાના નીચેની શરતો અને સુચનાઓના ભંગ બદલ પણ જે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકારીઓને પણ અધિકૃત કરવામાં આવ્યા છે. તમામને વ્યક્તિગત રીતે નોટીસની બજવણી કરવી શક્ય ન હોઈ, આથી એક તરફી હુકમ કરવામા આવે છે. જાહેર જનતાની જાણ સારૂં સ્થાનિક વર્તમાન પત્રો તથા જિલ્લાના તમામ સિનેમા ગૃહો, વિડીયો ગૃહો તથા કેબલ ઓપરેટરો મારફતે બહોળી પ્રસિધ્ધિ દ્વારા તથા તમામ પોલીસ સ્ટેશનો/પોલીસ ચોકીઓના નોટીસ બોર્ડ ઉપર આ હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમજ સહેલાઈથી જોઈ શકાય તેવી જાહેર જગ્યાઓ ઉપર હુકમની નકલ ચોંટાડી પ્રસિધ્ધિ કરવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીએ આ હુકમની જાહેર જનતા સહેલાઈથી વાંચી શકે તે રીતે યોગ્ય સાઈઝના બોર્ડ બનાવી તેઓના કાર્યક્ષેત્રમાં આવેલ જાહેર સ્થળોએ મુકવાના રહેશે, તેવું આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

Next Story