કર્ણાટકના ઉડુપીમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડ ઠાર મરાયો

એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું

New Update
Notorious Naxalite leader Vikram Gaud shot dead in Udupi

કર્ણાટકના ઉડુપીમાં એન્ટી નક્સલ ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ અથડામણમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.જ્યારે બાકીના નક્સલી ભાગી ગયા હતા.

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલા તાલુકામાં સ્થિત કબિનાલે ગામમાં સોમવારે રાત્રે એન્ટી-નક્સલ ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુખ્યાત cનેતા વિક્રમ ગૌડા માર્યો ગયો હતો.આ એન્કાઉન્ટર સીતામ્બેલુ વિસ્તારમાં નક્સલ વિરોધી સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતુંજ્યારે નક્સલીઓ અને ફોર્સ ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો.નક્સલી યુનિટની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળ્યા બાદ એન્ટી નક્સલ ફોર્સની ટીમે આ ઓપરેશનને તેજ બનાવ્યું હતું.

કર્ણાટકમાં સક્રિય નક્સલી નેતાઓમાં વિક્રમ ગૌડાનું નામ મોખરે હતું. તે વિસ્તારમાં અનેક હિંસક ઘટનાઓમાં સામેલ હતો.એન્ટી નક્સલ ફોર્સ અને પોલીસ કાર્યવાહીની સફળતા બાદ આ વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.આ એન્કાઉન્ટર બાદ પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છેજેથી નક્સલવાદીઓના અન્ય જૂથો સક્રિય થવાની શક્યતાને અટકાવી શકાય.