વિક્રમ લેન્ડર હવે ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે. બીજી તરફ રશિયાનું લુના-25 મૂન મિશન ટેક્નિકલ ખામીને કારણે રસ્તો ભટકી ગયું છે. રશિયન સ્પેસ એજન્સી તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો રશિયાના મિશનમાં કોઈ ભૂલ થશે તો તે ચંદ્રયાન-3 પહેલા ચંદ્રની સપાટી પર ઉતરી શકશે નહીં. તે ભારત માટે ગર્વની વાત હશે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે 17 ઓગસ્ટ 2023ના રોજ પ્રોપલ્શન મોડ્યુલ છોડી દીધું હતું. તે પોતે જ આગળ ચાલી રહ્યું હતું. તે અલગ રસ્તે આગળ વધ્યું. આ રીતે તે ચંદ્રની નજીક પહોંચી ગયો છે.
18 ઓગસ્ટની બપોર પહેલા, વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં હતા. પરંતુ 4 વાગ્યાની આસપાસ બંનેનો રસ્તો બદલાઈ ગયો હતો. આ પછી, વિક્રમ લેન્ડર 113 કિમી x 157 કિમીની કક્ષામાં આવ્યું. ત્યારે તેનું અંતર ચંદ્રની જમીનથી માત્ર 113 કિલોમીટર બાકી હતું. એટલે કે વિક્રમ 113 કિ.મી.વાળા પેરિલ્યુન અને 157 કિ.મી.વાળા એપોલ્યૂનમાં હતું. પેરિલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી વધારે અંતર. હાલના સમયે વિક્રમ લેન્ડર વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે કે તે રેટ્રોફાયરિંગ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર હવે તેની ઉંચાઈ ઘટાડવાની સાથે સ્પીડ ધીમી કરી રહ્યું છે. પહેલેથી જ તૈયારી એવી હતી કે 20 ઓગસ્ટની રાત્રે ડિબૂસ્ટ કર્યા બાદ વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 24થી 30 કિમીના અંતરે પહોંચે.