/connect-gujarat/media/media_files/2025/07/23/kawadyatra-2025-07-23-18-16-19.jpg)
શ્રાવણ મહિનો શરૂ થતા જ ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રા પણ શરૂ થાય છે. આ દિવસોમાં કાવડ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે અને ઘણા લોકો દરરોજ કાવડ યાત્રા કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કાવડ યાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની ઘણી ટીકા થઈ રહી છે. આ વીડિયોમાં, કાંવડ યાત્રા દરમિયાન એક મહિલા નૃત્યાંગના ડાન્સ કરી રહી છે. આ દરમિયાન, તેના સ્ટેપ્સ એવા છે, જેના કારણે આ વીડિયોની ટીકા થઈ રહી છે. હવે પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલે પણ આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં ઘણા બધા કાંવડિયાઓ દેખાય છે, જ્યારે તેમની આગળ એક ટ્રક ચાલી રહ્યો છે. આ ટ્રક પર બે યુવતીઓ અશ્લીલ નૃત્ય કરતી જોવા મળે છે. આ દૃશ્યથી ધાર્મિક લાગણીઓ ધરાવતા લોકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયોની ટીકા થઈ રહી છે. લોકોનું માનવું છે કે આવું નૃત્ય પવિત્ર કાંવડ યાત્રાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
જાણીતી ગાયિકા અનુરાધા પૌડવાલે આ વીડિયો પર સખત નારાજગી વ્યક્ત કરી છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે, તેમણે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું, “આ બકવાસ બંધ કરો.” તેમની આ ટિપ્પણીએ વીડિયોના વિવાદને વધુ હવા આપી છે. અનુરાધા પૌડવાલની પ્રતિક્રિયા બાદ અનેક લોકોએ આ મુદ્દે પોતાનો ગુસ્સો અને અસંતોષ વ્યક્ત કર્યો છે.