/connect-gujarat/media/post_banners/3a9f635ba2de4b8984fccd04b9d3b3aac452ed279344825f10b8c6f8ee57ca72.webp)
ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે.
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 230થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી. આ ટ્રેન દુર્ઘટના હાલના સમયમાં સૌથી ખતરનાક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનોમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. UNGAએ કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું છે. અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને સેનાને પણ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. ભારતીય સેનાના કર્નલ એસકે દત્તાએ જણાવ્યું કે સેના ગઈકાલ રાતથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને કોલકાતાથી વધુ સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ મોદીએ અકસ્માતને લઈને બેઠક બોલાવી છે.