“ગીર ગજવતી આવી સિંહણ” ગીત PM મોદીને સમર્પિત કરતા પરિમલ નથવાણી, વિશ્વભરમાં સિંહ દિવસની ઉજવણી

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.

gir gajavti
New Update

વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે.

વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીનેબિગ કેટ રેસ્ક્યુએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. સમગ્ર વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છેજેના માટે તેમને રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે.દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર જંગલ એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન છે.

આજના વિશ્વ સિંહ દિવસે “ગીર ગજવતી આવી સિંહણ આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો સુંદર કંઠ આપ્યો છે. જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરાનું મિશ્રણ કરવામાં આવ્યું છેતેમજ આ ગીતના શબ્દો પ્રસિધ્ધ અને યુવા ગીતકાર પાર્થ તારપરાના છે. 

આ અંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કેગીર ગજવતી આવી સિંહણ એ ફક્ત ગીત નથીપરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે.એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ 2015માં 523 હતીજેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતાં તેનો આંક 2021માં વધીને 674 થઈ ગયો હતો.  

વિશ્વ સિંહ દિવસની સ્થાપના 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતીજે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. આ દિવસ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. સમગ્ર વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે. સિંહોની દુર્દશા અને તેમના સંરક્ષણના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સંસ્થાઓ આ દિવસે શિક્ષણઝુંબેશ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. 

 

#CGNews #India #PM Modi #Song #celebration #World Lion Day #parimal nathvani
Here are a few more articles:
Read the Next Article