પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રીજીવાર પીએમ બન્યા પછીનો આ તેમનો પહેલો ગુજરાત પ્રવાસ છે. તેઓ મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ સહિતના કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 15મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને જવા રવાના થશે. અને ત્યાંથી સીધા જ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર રાજભવન જશે.
બીજા દિવસે 16મી સપ્ટેમ્બરે સોમવારે સવારે રાજભવનથી મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કરશે અને પછી બપોરે 1:30 વાગ્યે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસીને ગિફ્ટ સિટી જશે. ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટર મારફતે અમદાવાદ દૂરદર્શન થલતેજ પાસે હેલીપેડ પર ઉતરશે, જ્યાંથી બાય રોડ વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ પહોંચશે અને GMDC ગ્રાઉન્ડથી હેલિકોપ્ટરમાં ગાંધીનગર જશે. 17મી સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાનના જન્મ દિવસની સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી તે 40 કલાક વતનમાં રોકાયા બાદ ઓડિશાના ભુવનેશ્વર જવા રવાના થશે.