/connect-gujarat/media/media_files/2025/01/15/mKdBVNtonwoWoxIJkpkz.jpeg)
ભારતીય નૌકાદળની તાકાતને વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો - INS સરત, INS નીલગિરી અને INS વાઘશીરને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
પીએમ મોદીએ સોમવારે કહ્યું હતું કે,15 જાન્યુઆરી, 2025ના રોજ નૌકાદળમાં ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ યુદ્ધ જહાજોનો સમાવેશ થવાથી ડિફેન્સ સેક્ટરમાં વૈશ્વિક નેતૃત્વકર્તા બનવાના આપણા પ્રયાસોને મજબૂત મળશે અને આત્મનિર્ભરતા તરફના આપણા પ્રયાસો વધશે. ખાસ વાત એ છે કે આ યુદ્ધ જહાજ અને સબમરીન બંને ભારતમાં બનેલા છે.INS સુરત મિસાઇલો માટે કાળ સમાન છે, જ્યારે INS વાઘશીર દુશ્મનના રડારને ચકમો આપવામાં એક્સપર્ટ છે. જ્યારે INS નીલગિરી ભારતને સમુદ્રમાં એક મજબૂતી આપી શકે છે.
INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર સમુદ્રમાં પોતાના પગ ફેલાવી રહેલા ચીન અને પાડોશી દેશ પાકિસ્તાન માટે એક કાળ સમાન છે.આ ત્રણેય સમુદ્રના સિંહ છે, જે દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખે છે અને ગુપ્ત રીતે તેમના મિશન પૂર્ણ કરે છે.
ભારતીય નૌકાદળમાં સામેલ થયેલા આ ત્રણ યુદ્ધ જહાજો, INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર સબમરીન ખૂબ જ શક્તિશાળી છે. તેનાથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે. ત્રણેય સ્વદેશી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. તેને મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ ખાતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે.INS સુરત એક સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર છે.INS નિલગીરીએ પ્રોજેક્ટ 17Aનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે.જ્યારે, INS વાઘશીર એક સ્કોર્પિયન-ક્લાસ સબમરીન છે.