PM મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી, કાલભૈરવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું

PM મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.

PM મોદીએ ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી, કાલભૈરવના દર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું
New Update

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા પહેલા પીએમ મોદીએ કાલ ભૈરવના દર્શન પણ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. હતા જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા. સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા - આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા. ત્યાર બાદ પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કરી સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને ભાજપના મોટા ગજાના નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ નોમિનેશનના એક દિવસ પહેલા BHUથી કાશી વિશ્વનાથ મંદિર સુધી 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.

#CGNews #India #Uttar Pradesh #PM Modi #Narendra Modi #Varanasi #nomination form
Here are a few more articles:
Read the Next Article