Connect Gujarat
દેશ

PM મોદીએ ભગવાન રામની મૂર્તિ આપનાર કાર્યકર્તાના ચરણ કર્યા સ્પર્શ, વીડિયો થયો વાયરલ

આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. પીએમ મોદીએ ચૂંટણી સભાના મંચ પર ભગવાન રામની મૂર્તિ આપનાર બીજેપી કાર્યકરના પગને સ્પર્શ કર્યો હતા. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પીએમના જોરદાર વખાણ કરી રહ્યા છે.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાને સંબોધવા ઉન્નાવ પહોંચ્યા ત્યારે જિલ્લા અધ્યક્ષ અવધેશ કટિયારે તેમને ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિક રૂપે ભેટ આપી હતી. અવધેશ કટિયારે સૌથી પહેલા પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા, ત્યારબાદ પીએમ મોદીએ અવધેશ કટિયારને આ માટે મનાઈ કરી હતી અને સૌજન્ય રૂપે પીએમએ પોતે અવધેશના ચરણ સ્પર્શ કર્યા હતા. બીજેપી નેતા અરુણ યાદવે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે.

Next Story