/connect-gujarat/media/media_files/2025/04/21/XJP5zjABwvLEbNdDQO1p.jpeg)
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ચાર દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. સોમવારે સવારે 9:45 વાગ્યે તેમનું વિમાન દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું. એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ભારતની મુલાકાતના પહેલા દિવસે વેન્સ સાંજે PM નરેન્દ્ર મોદીને મળવા માટે પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચે સહયોગ માટે નવી તકો ઉભી કરવા અને સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
#WATCH | PM Modi welcomes US Vice President JD Vance and Second Lady Usha Vance and their children to his official residence at Lok Kalyan Marg in Delhi pic.twitter.com/cbKUrPsjkv
— ANI (@ANI) April 21, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેડી વાન્સ વચ્ચે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક મુલાકાત થઈ. PM મોદી વાન્સની પત્ની અને બાળકોને પણ મળ્યા. વાન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વાન્સ પરિવાર માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું.