'ધ સાબરમતી રિપોર્ટ' તાજેતરમાં સંસદ સભાગૃહમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સહિતની હસ્તીઓએ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં અભિનેતા વિક્રાંત મેસી પણ હાજર રહ્યા હતા. ફિલ્મનું સ્ક્રિનિંગ સંસદ સંકુલની લાઇબ્રેરીમાં થયું હતું. પીએમ મોદી ઉપરાંત અભિનેત્રી રિદ્ધિ ડોગરા, નિર્માતા એકતા કપૂર, નિર્દેશક ધીરજ સરના અને ફિલ્મની ટીમના અન્ય સભ્યોએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો સાથે ફિલ્મ જોયા બાદ વિક્રાંતના ચહેરા પર એક અલગ જ ખુશી હતી.
Joined fellow NDA MPs at a screening of 'The Sabarmati Report.'
— Narendra Modi (@narendramodi) December 2, 2024
I commend the makers of the film for their effort. pic.twitter.com/uKGLpGFDMA