Connect Gujarat
દેશ

PM મોદી આજે કરશે રાયસિના ડાયલોગનું ઉદ્ઘાટન, 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાતમા રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે. માત્ર સાત વર્ષ પહેલાં 2016માં શરૂ કરાયેલ રાયસીના ડાયલોગ માત્ર ભારતીય મુત્સદ્દીગીરી માટે જ નહીં

PM મોદી આજે કરશે રાયસિના ડાયલોગનું ઉદ્ઘાટન, 90 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાતમા રાયસીના ડાયલોગનું ઉદ્ઘાટન કરશે. માત્ર સાત વર્ષ પહેલાં 2016માં શરૂ કરાયેલ, રાયસીના ડાયલોગ માત્ર ભારતીય મુત્સદ્દીગીરી માટે જ નહીં, પરંતુ વૈશ્વિક રાજદ્વારી નિષ્ણાતો, સંશોધકો, રાજકારણીઓ અને નીતિ-નિર્માતાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ મંચ બની ગયું છે. તે વર્ચ્યુઅલ રીતે બે વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું હતું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા લેયન 25 એપ્રિલથી 27 એપ્રિલ સુધીના ત્રણ દિવસીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વિશ્વના 90 દેશોના પ્રતિનિધિઓ (જેમાં 25 દેશોના વરિષ્ઠ મંત્રીઓ સામેલ છે) આ કાર્યક્રમમાં ભાગ લેશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા લેયન, ફિલિપાઈન્સના વિદેશ પ્રધાન ટેડી લાસ્કિન, આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિરો, નાઈજીરિયાના વિદેશ પ્રધાન જેફરી ઓયમા આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત આવ્યા છે. જ્યારે સ્લોવેનિયા, પોર્ટુગલ, પોલેન્ડ, નેધરલેન્ડ, મેડાગાસ્કર, લિથુઆનિયા, નોર્વે, લક્ઝમબર્ગ, આર્મેનિયા અને ગુયાનાના વિદેશ મંત્રીઓ પણ આવી રહ્યા છે.

Next Story