PM મોદીના નિર્ણાયક નેતૃત્વને 24 વર્ષ પૂર્ણ થશે, સરકારી યોજના-નીતિઓનો લાભ જન-જન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વને 7 ઓક્ટોબરે 24 વર્ષ પૂર્ણ થશે. આ 24 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રશાસનમાં અનેકવિધ સફળ પ્રયોગ કર્યા

New Update
narendra Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વને 7 ઓક્ટોબરે 24 વર્ષ પૂર્ણ થશે. આ 24 વર્ષમાં નરેન્દ્ર મોદીએ પ્રશાસનમાં અનેકવિધ સફળ પ્રયોગ કર્યાઆ ચિંતન શિબિર આવો જ એક પ્રયોગ છે. સરકારી યોજનાઓ અને નીતિઓનો લાભ જન-જન સુધી પહોંચાડવામાં સરકારી કર્મચારીઓની ભૂમિકા સૌથી મહત્વની છે. આ મહત્વને ધ્યાનમાં રાખી વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પ્રધાનમંત્રીએ 'ચિંતન શિબિર'ની શરૂઆત કરી હતી. 

ગુજરાતમાં 'ચિંતન શિબિરથકી સુશાસન (ગુડ ગવર્નન્સ) માટેનું એક સફળ મોડેલ વિકસાવવામાં આવ્યું. આ શિબિરમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ એકઠા થઈને લોકહિત માટે વિચારોનું આદાન-પ્રદાન કરતા. ચિંતન શિબિરોનો મુખ્ય હેતુ એ હતો કે સરકારી કર્મચારીઓ સાચા અર્થમાં 'કર્મયોગીબને. તેઓ પોતાની જવાબદેહીતાને માત્ર નોકરી નહીંપરંતુ સમાજ સેવા અને ફરજ તરીકે જુએ. આ પહેલથી સરકારી કર્મચારીઓમાં સેવાભાવનો સંચાર થયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પરંપરાને જાળવી રાખી છે.

ગુજરાતના આ સફળ પ્રયોગનો રાષ્ટ્રીય સ્તરે અમલ માટેના પ્રયાસો થયા. પ્રધાનમંત્રીએ 2 સપ્ટેમ્બર2020ના રોજ 'મિશન કર્મયોગી' (નેશનલ પ્રોગ્રામ ફોર સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડિંગ) તરીકે દેશભરમાં શરૂ કર્યો છે. આ મિશન હેઠળકેન્દ્રીય કર્મચારીઓને વિનમ્રતાવિવેક અને જવાબદેહી સાથે પોતાના કર્તવ્યો નિભાવવા અને ક્ષમતા વધારવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ચિંતન શિબિર હોય કેકેન્દ્રમાં મિશન કર્મયોગીપ્રધાનમંત્રીની આ પહેલથી અધિકારીઓને વધુ લોકાભિમુખ બનાવવાનો પ્રયાસ થયો છે. પરિણામ સ્વરૂપે વહીવટી તંત્રમાં સકારાત્મક બદલાવ આવ્યો છેતે વધુ કાર્યક્ષમ અને જન-કેન્દ્રીત બન્યું છે.

Latest Stories