/connect-gujarat/media/media_files/2025/06/19/rahul-gandhi-2025-06-19-14-34-16.jpg)
લોકસભામાં વિપક્ષના નેતા અને ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના રાહુલ ગાંધી આજે ગુરુવારે55 વર્ષના થયા છે. કોંગ્રેસ ઉપરાંત દેશભરના અગ્રણી રાજકારણીઓ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મX પર પોસ્ટ કરી હતી,જેમાં જણાવ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને લાંબા અને સ્વસ્થ જીવનનો આશીર્વાદ મળે.”
Birthday greetings to the Leader of the Opposition in the Lok Sabha, Shri Rahul Gandhi. May he be blessed with a long and healthy life.@RahulGandhi
— Narendra Modi (@narendramodi) June 19, 2025
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી. તેમણેX પર એક પોસ્ટ કરીને લખ્યું “લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના.”
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બંધારણના મૂલ્યો પ્રત્યે તેમના સમર્પણ બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમને કહ્યું,બંધારણના મૂલ્યો પ્રત્યે તમારું સતત સમર્પણ તથા જેમનો અવાજ સાંભળવામાં આવતો નથી એવા લાખો લોકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે એ પ્રત્યેની તમારી ઊંડી કરુણા, તમને બીજા લોકોથી અલગ પાડે છે.